Tuesday, October 20, 2009

પ્રેમ કરતા પણ પ્રેમ છે !!

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

Wednesday, September 30, 2009

કોઈ શાસ્ત્રો એ દ્રષ્ટિએ ન વાંચો કે એમાં જે લખ્યું છે,તે તમારા માટે જ છે.

કોઈ શાસ્ત્રો એ દ્રષ્ટિએ ન વાંચો કે એમાં જે લખ્યું છે
તે તમારા માટે જ છે.
તે અનેક લોકો માટે અનેક પરિસ્થિતિઓને
ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યાં છે.
એમાં તમારા માટે જે યોગ્ય હોય તેની જ પસંદગી કરો.

Monday, September 21, 2009

Monday, September 14, 2009

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા…

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,
અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

Saturday, September 12, 2009

શાયરી

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.


ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!


મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.



સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
તને ચાહું છું હુંબસ આટલી ટાંચણ મળી આવે

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને રસ્તો એને મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

Friday, September 11, 2009

જે તમને ગમે છે.......

જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ
તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે......

યૂગો ની ઓળખ પણ.....

યૂગો ની ઓળખ પણ પલ વાર મા છૂટી જાય છે,
જેમ આકાશ માંથી તારા તૂટી જાય છે,
સ્નેહ નો સંબંધ આ વળી કેટલો ??
કે પાંખ આવતા જે પંખી ઉડી જાય છે

કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું......

કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,
કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,
કેવી અસર હતી મારા પ્રેમ માં કે,
ચિત્ર માં પણ એના હૃદય ને ધબકતું બનાવ્યું….

Monday, September 7, 2009

Wednesday, September 2, 2009

Monday, August 31, 2009

ત્રાસી નજરે જુઓ છો શા માટે અમને.....

ત્રાસી નજરે જુઓ છો શા માટે અમને.
આમ કરી શા માટે તડપાવો છો અમને,
કહી દો કે પ્રેમ મા છો તમે કે,
વહેમ મા છીએ અમે....


ક્યારેક આ જીદગી હસાવી જાય છે,
ક્યારેક આ જીદગી રડાવી જાય છે.
ના પુર્ણવીરામ સુઃખો મા ના પુર્ણવીરામ દુઃખો મા,
જ્યા જુઓ ત્યા આજીદગી અલ્પવીરામ મુકી જાય છે.


જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે!
દરેક વણાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે!


દિલ ના દર્દને અશ્રુથી તોડિ શકયા નહિ,
હૈયુ પરસ્પર આપણે ખોવી શક્યા નહિ,
જાલીમ જમાનો બેન્નેની વચ્ચે બેઠો હતો એથી,
સામે મલ્યા તો પણ બોલી શક્યા નહિ.


આંશુના ક્યારેક પ્રતિબિંમ પડી જાય છે,
કહ્યા વિના બધુ સમજી જવાય છે,
પ્રેમ એને જ કેહવાય છે જેમા,
કોરી આંખે પણ રડી શકાય છે....


આંશુ ના પડે પ્રતિબીંબ એવુ દર્પણ ક્યા છે,
કંઇ બોલ્યા વગર સમજી જાય એવુ સગપણ ક્યા છે,
લોકો કહે છે અમે પ્રેમ કરીયે છીએ,
પણ દિલની ભાષા સમજે એવા પ્રેમીયો ક્યા છે....

છે સુખ છતા મન કેમ ઉદાસ છે,
જેમ વહે છે નદી તેમ જીવન જાય છે.
ખબર છે કે નથી અટકતી આ દુનીયા કોઇના વગર
છતા કોઇ ની યાદો થી આખો કેમ છલકાય છે..


શબ્દો થી મીઠા બોલ મારા નયન બોલે,
મારા નયન ની વાત તમારુ મન બોલે.
તમે યાદ કરવા નુ ભુલો ના ભુલો,
તમને યાદ કરવા નુ કોઇ કેવી રીતે ભુલે..


જે નીરાશા ને કદી જોતો નથી,
તે આશા દીલ ની કદી ખોતો નથી.
પ્રયત્ન પર જીવી જાણે જે માનવી,
તે કીસ્મત પર કદી રડતો નથી.....


કોણ મારા શ્વાસમાં આવી ગયું,
મારી જીદંગી ને આમ મહેકાવી ગયું.
બસ તરવાની હવે કોઇ ઇચ્છા નથી,
કોઇ ડુબવાનો અર્થ સમજાવી ગયુ.....

Saturday, August 29, 2009

એક વખત બે ભૂત એક બિજા સાથે વાત કરી રહ્યા હતા.

એક વખત બે ભૂત એક બિજા સાથે વાત કરી રહ્યા હતા.

પહેલુ
ભૂત બિજા ભૂત ને : તારુ મોત કેવી રીતે થયું હતુ ?

બિજુ
ભૂત : મારું મોત તો ઠંડી ના લીધે થયુ હતુ.

પહેલુ
ભૂત : કેવી રીતે ?

બિજુ ભૂત : હું એક વાર ફ્રીઝ માં પુરાઇ ગયો હતો અને પછી લાંબા સમય સુધી એમા રહેવા થી હું મ્રુત્યુ પામ્યો હતો.

પહેલુ ભૂત : તો તારો ઠંડી થી મરવા નો અનુભવ કેવો રહ્યો ?

બિજુ ભૂત : પહેલા તો ફ્રીઝ માં બેઠો ત્યારે મને સારુ લાગ્યું. પછી ઠંડી ધીરે ધીરે વધારે લાગવા માંડી. પછી તો મારી આંખ સામે ધીરે ધીરે અંધારા આવવા લાગ્યા. મને ગભરામણ થવા લાગી. અને પછી હું મ્રુત્યુ પામ્યો.

બિજુ ભૂત પહેલા ભૂત ને : તારુ મ્રુત્યુ કેવી રીતે થયુ હતુ ?

પહેલુ ભૂત : મારુ મોત હાર્ટ એટેક થી થયુ હતુ.

બીજુ ભૂત : ઓહ્હ્હ.... પણ તને હાર્ટ એટેક કેમ આવ્યો હતો ?

પહેલુ ભૂત : ખરેખર એમા એમ હતુ કે.... મને એક દીવસ ખબર પડી કે મારી પત્ની નું બિજા કોઇ સાથે લફડુ છે. અને વ્યક્તિ અત્યારે મારા ઘરમાં છે. એટલે હુ તરત ઉતાવળે મારા ઘરે ગયો. ત્યા મેં બહાર કોઇના બુટ પડેલા જોયા. એટલે મને ખાતરી થઇ ગઇ કે વ્યક્તિ મારા ઘરમાં છે. એટલે હુ તરત દોડી ને ફટાફટ દાદરા ચડી ને ઉપર બેડરૂમ માં ગયો. પણ ત્યાં મારી પત્ની એકલીજ હતી એટલે હું દોડી ને બાથરૂમ માં જોવા ગયો પણ ત્યાં પણ નહતો. એટલે પછી મે એને શોધવા માટે આખા ઘર માં દોડાદોડ કરી મુકી જેના લીધે મને હાર્ટ એટેક આવ્યો.

બિજુ ભૂત : તે ફ્રીઝ માં જોયું હતુ ?

પહેલુ ભૂત : ના.

બિજુ ભૂત : તો પછે તારે ફ્રીઝ માં જોવુ હતુ ને... તે જોયુ હોત તો કદાચ આજે આપણે બન્ને જીવતા હોત...




Friday, August 28, 2009

Thursday, August 20, 2009

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે.... અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!

ધુળ જેવી છે જીંદગી આપણી.....આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર.!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી....

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો........આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!

બરફ જેવી છે આ જીંદગી... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી....

પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે...જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે!!!

અને છેલ્લે...
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય........તે મોત..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ...........તે મોક્ષ!!

એક વ્રુક્ષ પર લાંબા સમયથી.........

એક વ્રુક્ષ પર લાંબા સમયથી ઘણાં પક્ષીઓ રહેતા હતા.
વ્રુક્ષ સાથે ખૂબ લગાવ હતો. એકવાર વ્રુક્ષ ને આગ લાગી. બધા પક્ષીઓ ઊડીને દૂર જવા લાગ્યા........
માત્ર એક જ પક્ષી પોતાની ચાંચમાં પાણી ભરીને વ્રુક્ષ પર નાંખતું હતું..........
બીજા પક્ષીઓએ સમજાવ્યું કે તું પણ અમારી જેમ ભાગી જા જલ્દી........ત્યારે પક્ષીએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો.....

" વર્ષો સુધી જેણે આશરો આપ્યો એવા વ્રુક્ષ ના કપરા સમયમાં મારે મારું નામ તેનો સાથ છોડી જનારમાં નથી લખાવવું....... પણ જ્યારે ઇતિહાસ લખાશે, ત્યારે મારું નામ આ વ્રુક્ષ્ ને બચાવનારાઓમાં લખાશે........."

તથાસ્તુ કહેતા ભગવાન ને પણ ડર લાગેછે
કે મસીન જેવો માનવી ના મંગવાનુ માંગેછે
શરમ તો કર બેશરમ
એક ફૂલ ધરીને આખો બગીચો માંગેછે?

આપનું મુખ જોઇ મનમાં થાય છે

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

Sunday, May 10, 2009

"પડછાયો"

તારી દોસ્તીનો એક સહારો હતો,
મને વરસો વરસનો તારો સાથ હતો.
મારી સાથે હંમેશા ચાલતો હતો,
માનતો હું કે તું મારો પડછાયો હતો.
લાંબો થઇ મને પડકારતો ને,
બપોરે મારામાં તું જ સમાતો હતો.
દિવસ ભરનો તારો મારો સાથ,
રાતે તું ક્યાં ગાયબ થઈ જતો હતો?
રાત ભર આવે તારી યાદ ને,
સવારે તને જોઈ ને ખુશ થતો હતો.
ન કહ્યું કદી મેં 'હું ચાહું છું તને',
આ નાની ભૂલથી મારાથી ખફા હતો?
તું કહેતો કે સદીઓનો છે સાથ,
તને હવે કેમ મારો ભાર લાગ્યો હતો?
કેમ કહું કે તારો છે કાંઈ વાંક,
તું તો બીજા કોઈકનો પડછાયો હતો.

"અતીત"

અમે તો અમસ્તા જ મિલાવી હતી નજરથી નજર,
ક્યાં ખબર હતી કોઈ નયનથી દીલના રસ્તે ઊતરી જશે.
લઈને આવી વસંત ખુશીની એક લહેર ચમનમાં,
ક્યાં ખબર હતી બગીચાને વસંત જશે, પાનખર આવી જશે.
તમે મંજીલ હતાને અમે મંજીલ પહોચવામાં હતા,
ક્યાં ખબર હતી કે મારા પગ છેલ્લી ઘડીએ મને છળી જશે.
હતું એક નાનું સપનું કે આપણું પણ એક ઘર હશે,
ક્યાં ખબર હતી કે સમયની સાથે બધું જ અતીત થઈ જશે.
આવ્યા હતા તમે તો અમસ્તા મારી કબર પર,
ક્યાં ખબર હતી તમને આ પાગલ ધડકન ફરી શરું થઈ જશે.

"રણમાં ગુલાબ"

આવ્યું છે વેરાન રણમાં આજ ગુંલાબ, થયો છે અજબ જુંઓ એક ચમત્કાર.
રણ નાચે છે થઈ ને આજ ભાલવિભોર, ને નાચે રણની સંધ્યા પણ આજ.
રેતમાં પડી તેના પગલાંની છાપ, હવા પણ ચાલે મંદ મંદ પગલાંને કાજ.
રણમાં ખિલી છે જુઓ આજ બહાર, મહેકે છે આજ રેત પણ કેમ ખુશ્બૂદાર.
ચાલે છે આજ ઊંટ પણ હરણની ચાલ, થઈ ગયું છે શબનમ પણ શરાબ.
થયો છે રણમાં પણ કેમ ખલબલાટ, ધડકે જુઓ રણનું દિલ પણ ધમધમાટ.
ફેલાઈ છે રણમાં તેના આવવાની વાત, થઈ ગઈ છે હલચલ કાંઈ બેશુંમાર.
હું તો દોડું છું મળવાને ગુંલાબ, કહો આ પાગલ મૃગજળ ભાગે છે કોના કાજ.
વાદળ ભાગે ગરમ હવા પર સવાર, જરૂર હશે ગુલાબમાં કાંઇક ખાસ વાત.
ઉઘડી ગયાં રણના નસીબ આજ, રહેશે રણને આ ગુલાબ સદા ને માટે યાદ.
ચાલી જશે ગુલાબ તો કાલે તેના ધામ, થશે રણમાં વાતો સદીઓ સુંધી આમ.

"જરૂરત"

ન હતી કોઇ આવારગી ને ન હતી કોઇ દીવાનગી, મને તેમની નજરનો નસો કરવાની જરૂરત શું હતી.
ચાલતા ચાલતા રાહ માં ચાર કદમ સાથે, મારે કોઇના દીલમાં ડોકીયું કરવાની જરૂરત શું હતી.
ખુશ્બૂ નો સાથ તો કાયમ હતો, ખબર નથી આ ફૂલો ને કંટકની દોસ્તી કરવાની જરૂરત શું હતી.
તરસ તો ન હતી ને તઙપ પણ ન હતી, પછી આ મૃગજળની પાછળ ભાગવાની જરૂરત શું હતી.
ખબર હતી કે સપનુ છો તમે તો, મારે આ સુંદર સપનુ નયનમાં વસાવવાની જરૂરત શું હતી.
પૂનમની ચાંદની તો હતી પછી મારે, સંધ્યાના સમયે આગીયો બની ને ચમકવાની જરૂરત શું હતી.
સુઈ ગયુ છે સારુ શહેર ને કદાચ તે પણ, મારે ચાંદ તારા ની સાથે જાગવાની જરૂરત શું હતી.
ખબર છે નહી આવે તે હવે,મારે વારંવાર બારણું ખોલી ને જોયા કરવાની જરૂરત શું હતી.
મારા ઘરના ખાલી કમરામાં બેસીને, મારે આંશુ થી મારા ઘરને ધોવાની જરૂરત શું હતી.
શ્વાસે શ્વાસે તેમને યાદ કરીને, રૂઝાયેલા ઘાવને મારે ખોતરતા રહેવાનીજરૂરત શું હતી.
શાંભળીને મારા દીલના દદૃની વાત, આવે તે મનાવવા, તેમ દીલને સમજાવાની જરૂરત શું હતી.
આવ્યા હતા તે મારી કબર પર બસ આમ જ, આ પાગલ દીલે ધઙકી જવાની જરૂરત શું હતી.

કરીએ નવી શરૂઆત

નથી હું શાહજહાં કે બનાવું તાજમહેલ આરસમાં, ચાલને બનાવીએ આપણું એક નાનું ઘર દરિયાની રેતમાં.
નથી હું ચાંદ કે ચમકી શકું હું ખુંલ્લા ગગનમાં, જો તું કહે તો બનીને આગિયો હું ચમકું સંધ્યાના સમયમાં.
કબુલ કે ભૂલ છે અમારી ન હતા કરતા બંધ નયનને, આવવું તો હતું તમારે સપનું બનીને મારા નયનમાં.
ખબર છે અમને કે નથી અમે આખરી મંજીલ તમારી, બસ ચાર કદમ ચાલ તું બનીને હમસફર રસ્તામાં.
નહી કરું કદી ફરિયાદ દોડાવ મને બનીને મૃગજળ તું, ના તોડ મારો ખૂબસુરત ભરમ હવે આ જીવનમાં.
હશે કદાચ ભટકી જવું તે અમારી કિસ્મતમાં, કરી તો હતી કોશીશ અમે અટવાવાની તમારા નયનમાં.
કહું છું કે નથી આવતી પાનખર અમરપટ્ટો લઈને, કર ભરોસો કે બનીને વસંત આવીશ તારા જીવનમાં.
ના જોડી શક્યો મારા નામને તમારા નામ સાથે, બનાવ્યો તો હતો એક રસ્તો અમારા દીલથી તમારા દીલમાં.
ઊતર તું હવે આ ઊચાં જીદના પહાડો પરથી, ભૂલીને આપણી તે ભૂલો, કરીએ નવી શરૂઆત હવે જીવનમાં.

Friday, May 8, 2009

વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,

વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ચર્ય વચ્ચે એમનાં આંગણમાં જઈ ચડ્યો.

પૂછો નહીં આજ તો ક્યાં નીકળી ગયો?
કાજળ સ્પર્શવા જતાં કામણમાં જઈ ચડ્યો.

અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો.

કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો.

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,

“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું;
ફરક તારા ને મારા વિષે છે એટલો જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.”

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.

કંઇક કહેવુ છે....

આભ નહીં સાંભળી શકશે
કારણ કે એ ભોળું છે
વરસાદ છે કે તોફાન કરતા
છોકરાઓનું ટોળું છે?

શાંત સરોવર ઉપર લખાતું
છાંટાનું જોડકણું છે
છબાક છબ છબ કરતું કેવું
ખાબોચિયું બોલકણું છે!

નેવાંથી પડતાં ટીપાંનું
નાનકડું ગીત ગાવું છે,
પાણીની સીડીથી મારે
મેઘધનુષ પર જાવું છે!

આવે વખતે ચોપડીઓમાં
યાં મોં ઘાલી રહેવું છે,
એકબીજાને મળી અને
'વરસાદ મુબારક' કહેવું છે!

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

રડી લઉં છું

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું

લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન
જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું

સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું

હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું

કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી ખાલી
પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું

-અમૃત ‘ઘાયલ’

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છ

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી પ્રણય વાતો કદી છાની રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

મુસીબતનાં દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોના મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ‘ઘાયલ’,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.