Saturday, September 12, 2009

શાયરી

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.


ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!


મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.



સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
તને ચાહું છું હુંબસ આટલી ટાંચણ મળી આવે

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને રસ્તો એને મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

0 comments:

Post a Comment