Thursday, January 28, 2016

એક જંગલ હતું.તેમાં એક હરણી

એક જંગલ હતું.તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ
જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું
મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.
તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ
તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.
તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને
વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.
વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.
હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને
એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણ
તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.
આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને
પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.
તમને શું લાગે છે? તેનું શું થશે? શું હરણી બચી જશે?
શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચુ બચી શકશે?
કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?
શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું
નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.
શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં દાવાનળ તેને બાળીને
ભસ્મ કરી દઈ શકે તેમ હતો.
જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.
તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને,એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.
એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે
અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે. તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. એ જ
ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.
આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે
તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી
મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.
સામાજિક એક્તા કે સંગઠનમાં પણ ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મલે જ છે.

Wednesday, January 27, 2016

એક છોકરો શાળાએથી ઘરે આવીને

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, " બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે." છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, " બેટા, આજે મારે ત્યાં બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી પારંપરિક માન્યતાઓ પ્રમાણે આજે વિધાતા બાળકના લેખ લખવા માટે આવશે અને એ માટે વિધાતાને કાગળ અને કલમની જરૂર પડે.
છોકરાને સમજાઈ ગયુ કે ભગવાન પહેલેથી જ દરેક માણસનું ભવિષ્ય લખી નાંખે છે.એકદિવસ આ બાળકને સપનું આવ્યુ અને સપનામાં એ ભગવાન પાસે પહોંચી ગયો. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આપ ખરેખર દરેક માણસનું ભવિષ્ય પહેલેથી જ લખી રાખો છો ? " ભગવાને હસતા હસતા કહ્યુ, " બેટા, તે જે સાંભળ્યુ છે એ સાચુ જ છે. હું માણસના જન્મના છઠ્ઠા દિવસે જ એનું ભવિષ્ય લખી નાંખું છું."
બાળકે ભગવાનને કહ્યુ, " પ્રભુ, મારે એ ભવિષ્યવાણીનો ચોપડો જોવો છે જેમાં તમે દરેક બાળકનું ભવિષ્ય લખો છો." ભગવાન બાળકને એક બહુ જ મોટા હોલમાં લઇ ગયા જ્યાં અનેક ચોપડાઓ હતા. ભગવાને કહ્યુ, " આ બધા જ ચોપડા ધરતી પરના માણસના ભવિષ્યના ચોપડાઓ છે તારે જે જોવો હોય એ લઇને તું જોઇ શકે છે."
બાળકે એક ચોપડો ઉપાડ્યો. ચોપડામાં જુદા-જુદા માણસના નામ લખેલા હતા પરંતું નામ પછી આખુ પાનું કોરુ જ હતું. બાળકે બીજો ચોપડો ઉપાડ્યો તો એમાં પણ એમ જ હતું. દરેક પાના પર માણસનું નામ લખેલુ પણ ભવિષ્ય સાવ કોરું. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આ ચોપડાઓમાં તો આપે કોઇનું ભવિષ્ય લખેલું જ નથી, પાનાઓ સાવ કોરા છે. "
ભગવાને બાળકના માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યુ, " બેટા, હું છઠ્ઠના દિવસે ભવિષ્યના ચોપડામાં વાંચી ન શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દ લખુ છું 'તથાસ્તુ' બાકીના કોરા પાનામાં શું લખવું છે એ દરેક માણસે પોતે જ નક્કી કરી લેવાનું. હું તો માત્ર એ જે લખશે એ જ એનું ભવિષ્ય બનશે એવા આશીર્વાદ જ આપુ છું."
મિત્રો, ભગવાનના આશીર્વાદ તો જન્મના છઠ્ઠા દિવસથી જ આપણી સાથે છે આપણે શું જોઇએ છે એ આપણે જ નક્કી કરવાનું છે......

Tuesday, January 26, 2016

સૂપ ચાખ...

મનુભાઈ (હોટેલમાં – વેઈટર ને બોલાવીને ): તું મારું સૂપ ચાખ…
વેઈટર: ના સાહેબ, એવું અમે ના કરી શકીએ…
મનુભાઈ: ના આજે તો તારે ચાખવું જ પડશે…
વેઈટર: કેમ સાહેબ, સૂપ માં કોઈ પ્રોબ્લેમ છે?
મનુભાઈ: મારે કઈ જ સંભાળવું નથી, તું બસ સૂપ ચાખ…
વેઈટર: ઓકે… ચમચી ક્યાં છે?
મનુભાઈ: હા… હવે ખરો સવાલ કર્યો…

Monday, January 25, 2016

લગ્નનો ખર્ચ

તોફાની ટીનીયાએ તેના પપ્પાને પૂછ્યું: પપ્પા, લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચ થાય?
પપ્પા: ખબર નહિ બેટા, મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે…

Sunday, January 24, 2016

બિચારો ભિખારી !!!

પત્ની: મને ભીખારીઓથી નફરત થઇ ગઈ છે…
પતિ: કેમ, શું થયું ?
પત્ની: કાલે મેં એક ભિખારીને ખાવાનું આપ્યું તો આજે મને રસોઈ શીખવાની બૂક ગીફ્ટમાં આપી ગયો…

Saturday, January 23, 2016

પરિવર્તન

  • જેવું પરિવર્તન આપણે સમાજમાં ઇચ્છીએ છીએ તેવું પહેલા આપણે બનવું પડશે.
  • માણસ તેનું વલણ બદલીને પોતાનું ભવિષ્ય બદલી શકે છે.
  • પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કઈ પણ બદલવા અસમર્થ છે.
  • પરિવર્તન સંસારનો નિયમ છે, પ્રકૃતિ ની જીવંતતા ની ઓળખાણ છે પરિવર્તન. જેઓ પ્રકૃતિના પરિવર્તન સાથે તાલ મિલાવી શકતા નથી તેઓ લુપ્ત થતા જાય છે.
  • એક ના એક સુખથી પણ માણસ કંટાળી જાય છે. પરિવર્તન વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પરિવર્તન એટલે જ જીવન અને જેમાં પરિવર્તન શક્ય નથી એ જ મૃત્યુ.
  • જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે.
  • જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે ?
  • માણસમાત્રની પ્રકૃતિ છે કે તેઓ પરિવર્તનથી ડરે છે કારણકે આપણે આપણી આજુબાજુ આપણાજ જડ-વલણ, રૂઢી અને પરંપરાની દિવાલનું પાંજરું બનાવી દીધું હોય છે અને તેમાં આપણે આપણી જાતને સલામત માનતા હોઈએ છીએ. આપણે આ પાંજરાની બહાર શું થાય છે તેની પણ પરવા નથી કરતા અને આથી જ સ્વતંત્રતાનો સાચો અર્થ ભૂલી ગયા છીએ.
  • પરિવર્તન ત્યારે જ લાવી શકાય જયારે તેને અપનાવી લેવામાં આવે, તિરસ્કારથી કરવાથી મુક્તિ નહિ પરંતુ બળવો અને તેનાથી દમન થાય છે. આથી જેને બદલી શકાય છે તેને બદલવું જોઈએ, જેને અપનાવી શકાય તેને અપનાવવું જોઈએ અને જેને અપનાવી શકાય તેવું નથી તેનાથી જાતને દુર રાખવી જોઈએ.
  • એવું કહેવાય છે કે સમય બળવાન છે, સમય સાથે બધું બદલાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે આપણે બદલાઈ જઈએ છીએ અથવા આપણે જ તેને બદલવું પડે છે. 
  • અહી વિરોધાભાસ એ છે કે આપણે આપણી જાતને જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ ત્યાર બાદ જ પરિવર્તન લાવી શકીએ છીએ.
  • જયારે ફરજીયાત અપનાવવું પડે એ પહેલા જ પરિવર્તન લાવવું જોઈએ. આપણી પ્રકૃતિ છે કે આપણે સહન કરવાની હદ સુધી સહન કરીએ છીએ અને આખરે પરિવર્તનનો સ્વીકાર કરીએ છીએ.
  •  આપણને ગમે કે ન ગમે જીવનમાં નવું નવું બનતું જ રહેવાનું છે. પરિવર્તન આવતું જ રહેવાનું છે. પરિવર્તન એ ચેતન અને જડ બંને ઉપર અસર કરે છે. માનવીની પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા ઘટતી જાય તેમ તેનામાં જડ તત્ત્વ વધતું જાય છે. 'પાકા ઘડે કાંઠા ન ચડે' એ કહેવત એ અર્થમાં જ છે.
  • આપણે ત્યાં દાતણથી શરૂ થતો દિવસ હવે ટૂથ-બ્રશ અને ટૂથ-પેસ્ટથી શરૂ થાય છે. નાસ્તા કે જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ થાય છે. બૂફે ડિનર થાય છે. ઊભાં ઊભાં ખવાય? બૂટ, ચંપલ પહેરીને ખવાય? એવા પ્રશ્નો તો થતા જ, પરંતુ આ પરિવર્તનને કોઈ અટકાવી શક્યું નહીં અને એનો સ્વીકાર થયો..
  • નવી પેઢી આવે છે, જૂની પેઢી જાય છે. નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદો થતા જ આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે અને એનું એક કારણ ઝડપથી થતું પરિવર્તન છે.
  • કુદરતમાં પરિવર્તનની ક્રિયા સતત ચાલુ જ રહે છે. તેને અટકાવવાનું મનુષ્યનું ગજું નથી. તમે જેવા હો તેવા સ્થિર તો રહી શકવાના જ નથી. કુદરતની સાથે રહીને તમને મનગમતું પરિવર્તન તમે કરી શકો છો અથવા તો કુદરતના પરિવર્તનનો સ્વીકાર કરી શકો છો. રોજિંદા જીવનમાં મતભેદ અને તણાવ ઓછા કરવાનો એક જ રસ્તો છે. 
  • તમારાં સંતાનો એ માત્ર તમારાં સંતાનો નથી. (પરંતુ) તેઓ જીવનની ઝંખનાની અભિવ્યક્તિનાં પુત્ર-પુત્રીઓ છે. તેઓ તમારા દ્વારા જન્મ લે છે છતાં તેઓ તમારી પ્રતિકૃતિ નથી અને તમારી સાથે હોવા છતાં તેઓ તમારી માંહેનાં નથી.તમે તેઓને તમારો પ્રેમ આપી શકો, પરંતુ તમારા વિચારો નહીં, કારણ કે તેઓને તેમના પોતાના વિચારો છે.તમે તેમના દેહને ધારણ કરી શકો છો, પરંતુ આત્માને નહીં. તેમનો આત્મા તો આવતી કાલના દેહમાં વસે છે, જેની તમે ક્યારેય મુલાકાત લઈ શકવાના નથી, સ્વપ્નમાં પણ નહીં.તમે એમના જેવા થવા પ્રયત્ન કરી શકો, પરંતુ તેમને તમારા જેવા બનાવવાની ક્યારેય ઇચ્છા ન રાખશો, કારણ કે જીવન ક્યારેય ઊલટું ચાલતું નથી કે ગઈકાલ માટે થોભી જતું નથી.
  • પરિવર્તન અ સંસારનો નિયમ છે, પણ આપણું કમનસીબ છે કે આ સત્ય બહુ મોડું સમજાય છે.
કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ

છોકરીવાળા: છોકરો દારૂ પીવે છે ?

છોકરીવાળા: છોકરો દારૂ પીવે છે ?
છોકરાવાળા : હા પીવે છે। . દરરોજ બરોબર પીવે છે। ..
છોકરીવાળા: એનો મતલબ એમ થયો કે  છોકરો ઘણું સરસ કમાય છે। . અમારી તરફ થી હા છે। ..

સંબંધ એ જ પણ વિચાર નવો। ..

Friday, January 22, 2016

કોન્સ્ટેબલ : સર અહિયાં આવો. એક..

કોન્સ્ટેબલ : સર અહિયાં આવો. એક બેને એના પતિ ને ગોળી  મારી દીધી છે..
ઈન્સ્પેકટર : કેમ શું થયું તું ?
કોન્સ્ટેબલ : કામવાળી નહોતી આવી. બેન ને જાતે પોતા કરવા પડ્યા। હજી તો પોતા કર્યાં , ત્યાંજ એનો વર બૂટ પહેરી ને ઘર માં આવ્યો અને પગલા પાડી દીધા। બેને ગોળી મારી દીધી।
ઈન્સ્પેકટર : તો રાહ શેની જુવો છો , પકડી લો બેન ને...
કોન્સ્ટેબલ : સાહેબ હજી પોતું સુકાયું નથી...

થોડુંક હસી લો (Joke of the day)

બાપુ લગન માં જમવા ગયા.
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.
તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં દરબારો એ રાડ પાડી. ખાતા નહીં, હાવ મોળું સે.

કાઠીયાવાડ માં એક બાપુ ની ઑફિસ માં મહેમાન આવ્યા તો બાપુ એ બંદુક લઇને બહાર નીકળી બે ભડાકા કર્યા.

મહેમાન:  બાપુ કેમ ભડાકા કર્યા?

બાપુ:  ઇ તો ચા વાળા ને બે ચા કીધી.

બાપુ કાર માટે લોન લેવા ગયા.
બાપુ: મારે ક્યા ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે?
મેનેજર: કોઇ ડોક્યુમેન્ટ નહિ, ખાલી પાંચ બાપુ ના નામ આપો જેણે લોન ભરી હોય..................

એક આફ્રિકન અને બાપુ ભેગા થયા.
બાપુ: તમારે ત્યાં આઝાદી કોના લીધે મળી?
આફ્રિકન: નેલ્સન મંડેલા. તમારે ત્યાં?
બાપુ: અમારે ત્યાં ગાંધી મંડેલા.......

પટેલ અને બાપુની ગાડીનો એક્સીડેન્ટ થયો.
પટેલ:  મેં હેડલાઇટ બતાવી ને તને સાઇડ માં જવાનું કીધુ'તું....

બાપુ:  ઓ નવરી ના, મેં વાઇપર ચાલુ કરી ને તને ના તો પાડી'તી...

Wednesday, January 20, 2016

Tuesday, January 19, 2016

થોડુંક હસી લો (Joke of the day)


દીકરોઃ મમ્મી, તમે તો કહેતા હતા ને કે પરી ઉડે. પણ પડોશના આન્ટી કેમ ઉડતાં નથી?

મમ્મીઃ એ વાંદરીને પરી કોણ કહે છે?

દીકરોઃ પપ્પા.

મમ્મીઃ તો બેટા આજે એ ઉડશે.

Monday, January 18, 2016

અમારા પુત્ર સેન્સેક્સ અને પુત્રી કુમારી નીફટી

અમારા
પુત્ર સેન્સેક્સ
અને
પુત્રી કુમારી નીફટી

અમારા કહ્યા મા નથી ,,તેમની સાથે લેવડ દેવડ કરવી નહી, નહી તો ખોટ મા જશો તો અમારી જવાબદારી નથી.
આ  બધામાં એના મામા F&O  નો હાથ છે એનો તો જરા પણ ભરોસો કરશો નહી...

લી....
BSE (પિતા)

NSE(માતા)

Sunday, January 17, 2016

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરી રહી હતો ।

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરી રહી હતો ।
ત્યારે એક મહીલાનો દીકરો ત્યાંથી પસાર થઇ ઘર બાજુ નીકળી ગયો ત્યારે એમની માઁ બોલી કે જુઓ મારો દીકરો અંગ્રેજી મિડિયમમાં ભણે છે।
થોડીવારમાં બીજી મહીલાનો દીકરો ત્યાંથી પસાર થયો અને તે પણ ઘર બાજુ નીકળી ગયો,
તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE માં ભણે છે।
ત્યાં ત્રીજી મહિલાનો પુત્ર ત્યાંથી પસાર થયો,
આગળના બંને છોકરાઓની જેમ તેમણે પણ પોતાની માઁ સામે જોયું અને તેમની પાસે આવ્યો ।
તેમની પાસેથી પાણીનું માટલું લઇ ખભે મુકયું, અને બીજા હાથમાં પાણીની ડોલ પકડીને કહ્યું કે ચાલ માઁ ઘેર જઇએ।
એમની માઁ બોલી કે મારો દીકરો ગુજરાતીમાં ભણે છે।
એમની માઁ ના ચહેરાનો આનંદ જોઇ બાકીની બંને માતાઓની નજર શરમથી જુકી ગઇ ।
ઉપરોક્ત વાતનું તાત્પર્ય એટલું જ કે લાખો રુપિયા ખચીઁને સંસ્કાર ખરીદી શકાતા નથી।

Friday, January 15, 2016

Thursday, January 14, 2016

Wednesday, January 13, 2016

શ્વાસ જો શરીર ને ટકાવે છે.

શ્વાસ જો શરીર ને ટકાવે છે.
તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતુ કેમ કે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે...!                           ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
જીંદગી છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે.,

શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે...
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
પરસેવાની
શાહીથી જે લખે છે ઇરાદાઓ..
એમના
નસીબના પન્ના કોરા નથી હોતા…
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ઘણા લોકો માટે,હુ સારો નથી હોતો,
તમે જ કહો ક્યો એવો દરિયો છે,જે ખારો નથી હોતો!
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
મને એ ગર્વ છે કે કોઈ પણ માણસ મને મળ્યા પછી નફરત કરી જ ના શકે...👤
પણ હા.................,

એ માણસ હોવો જોઈએ.....!!!
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ઉચ્ચ-નીચમાં નથી માનતા અમારા ગુજરાતી,
એટલે જ અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતાં !!
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
એ અલગ વાત છે કે કિનારે ઊભો છું, પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
: કોઈ આંખોમાં તમારી, રમતુ હશે..

તો કોઈ વાતોથી તમારી, હસતુ હશે..

ખુદની ખુશીની ચિંતા ના કરો મારા મિત્રો..

તમારા માટે પણ મંદીરમાં, રોજ કોઈ નમતુ હશે..

Monday, January 11, 2016

દેખો મગર પ્યાર સે

મણિનગર રેલ્વે ટેશન ની બેન્ચ પર બેસી ને, બકો અને બકુડી, જૂની યાદો ને વાગોળી રહ્યાતા.  બકુડીએ પૂછ્યું : "જાનુ ! તમને યાદ છે, મે કઈ સાડી પહેરી હતી ? તમે મને પહેલી વાર, જોવા આવ્યાંતા ત્યારે ?"

બકાએ સાચો જવાબ આલ્યો - "ના, યાદ નથી !"

બકુડી રિસાઈ ગઈ - "એનો અર્થ એમ થયો કે, તમે મને ચાહતા જ નથી !"

બકાએ સમજાવ્યું - "ના એવુ નથ્થી, ડાર્લીંગ ! માણસ જ્યારે પાટા પર, આપઘાત કરવા જાય, તયારે એ જોતો નથી કે રાજધાની છે, કર્ણાવતી છે, કે પછી શતાબ્દી  !"

ગુજરાતી રમુજ

ગુજરાતી રમુજ :
ભાઈ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
ભાઈ:- તો હાલો ગણવા માંડો.


ગુજરાતી રમુજ :
એક વાર ભાઈ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો
ભાઈ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?


ગુજરાતી રમુજ :
ભાઈ  એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
ભાઈ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને  કરત.


ગુજરાતી રમુજ :
ભાઈનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
ભાઈ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
ભાઈ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”


ગુજરાતી રમુજ :
ભાઈ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?"
ડોક્ટર: "ચોક્કસ, સો ટકા"
ભાઈ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો"


ગુજરાતી રમુજ :
પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"
ભાઈ: "હે ??????"
થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"


 ગુજરાતી રમુજ :
ભાઈએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
ભાઈ- “જય માતાજી”


ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
ભાઈ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..


 ગુજરાતી રમુજ :
ભાઈ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
ભાઈ : શું કરે છે?
ભીખારી: ખાઉં  છું.
ભાઈ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના  કાલે  શાક  ગરમ  કરવા  દીધું  તું  એ  હજુ  નથી  આવ્યું.


ગુજરાતી રમુજ :
ભાઈ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા ભાઈ- ‘ગુગલ બા’
ભાઈ- કેમ લ્યા આવું નામ?
બીજા ભાઈ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.


ગુજરાતી રમુજ :
ભાઈ બીડી પિતા હતા..
મગન: ભાઈ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
ભાઈ: તે ના નીકળે આ તો CNG બીડી છે


ગુજરાતી રમુજ :
ભાઈ હોટલ મેનેજરને ગુસ્સેથી:-  આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?
હોટલ મેનેજર:- ખમ્મા ભાઈ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”


 ગુજરાતી રમુજ :
દારૂના લીધે બરબાદ થયેલ ભાઈએ કસમ ખાધી,
ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા - તારા લીધે મારી નોકરી ગયી
બીજી ફેકી - તારા લીધે મારું ઘર ગ્યું,
ત્રીજી ફેકી - તારા લીધે મારું બૈરું ગ્યું,
ચોથી ભરેલી નીકળી,
તો કહે - તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી

ચાર રસ્તા પર "દોરી કવચ" વેચતા માણસને એક પક્ષી પૂછે છે...

ચાર રસ્તા પર "દોરી કવચ" વેચતા માણસને એક પક્ષી પૂછે છે...
આ શું છે?
વ્યાપારી કહે, આ "દોરી કવચ" છે, આને બાઈકની આગળ લગાવવાથી ગળા ના કપાય...

પક્ષી એ તરત પૂછ્યું , ભ'ઈ અમારા માપના મળશે???

#SaveBirds

Friday, January 8, 2016

ક્રુડ રમે, કોપર રમે

ક્રુડ રમે, કોપર રમે,
      રમે સિલ્વર ને ગોલ્ડ!
લે ત્યારે ઘટી જાય ને
     વધે, જયારે કર્યું હોય સોલ્ડ.
ફેવરે વેપાર કાપી નાખે,
          ને અનફેવરે કરે હોલ્ડ!
બીજા ધંધામાં મન નો લાગે,   
       આ જ ધંધો લાગે બોલ્ડ!
ખેતર વેચે, વાડી વેચે,
        અને વેચે બૈરીના ગોલ્ડ.
પછી પડ્યો-પડ્યો પસ્તાવો કરે
   કે, અચ્છે થે વોહ દિન ઓલ્ડ...
''સટ્ટા વાળાઓ સટ્ટો ના રમતા 
      એવું કવિ  ટોલ્ડ.

Monday, January 4, 2016

Sunday, January 3, 2016

એક બહુ જ સરસ પત્ર...એક દીકરીનો એની મમ્મીને.

એક બહુ જ સરસ પત્ર.....

(એક દીકરીનોએની મમ્મીને.....)
===================

પ્રિય મમ્મી,
8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું.
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ , એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી, તો બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?

તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, ALARM મુકવું પડે છે.

આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડી નો છેડો આંસુઓ સામે ધરી દઉં છું. આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે ...બનાવું ?
આંખો પણ હવે, INTELLIGENT ....
થઇ ગઈ છે.

મમ્મી, જયારે પણ VEHICLE ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે 'ધીમે ચલાવ'. 'ધીમે ચલાવ' એવું કહેવા વાળું હવે કોઈ નથી, એટલે 'ફાસ્ટ' ચલાવવાની મજા નથી આવતી.

મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.
લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના 'REAR-VIEW MIRROR' માં લખેલું હતું કે ' OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR'. બસ, એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.

મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું. કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે. પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ. કારણ કે , મારું DESTINATION તો તું જ છે, .....

મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.
WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.

મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. કારણ કે, મારી દુનિયા તો તું છે....

       લી. મમ્મી ની દિકરી.

પ્રશ્નો તો રહેવાના જ

પ્રશ્નો તો રહેવાના જ,

સુખી લોકોને પ્રશ્ન થાય કે
શું કરીએ તો ભૂખ લાગે
અને
દુઃખી લોકોનો પ્રશ્ન છે કે
ભૂખ તો લાગે છે,
પણ શું કરીએ?

મળ્યું એ
માણવાની પણ મઝા છે,
ના મળ્યું એ
ચાહવાની પણ મઝા છે..

ખબર છે કે
મારું કશું પણ નથી.. 
છતાં
છોડવાનું ગજું પણ નથી..!

બે વસ્તુ બધાને
બહુ નડતી હોય છે,
ખુલ્લી આંખે જોયેલા સપના
અને
હકીકત સામે કરેલી
બંધ આંખો..

ભાવ જુદાં ,
ભાવાર્થ જુદાં
શબ્દ જુદાં,
શબ્દાર્થ જુદાં
હ્રદય હ્રદય ના ભાવ જુદાં
સૌ સૌના ઘાવ પણ જુદાં ,
માનવી માનવીની જાત તો એક
પણ
માનવ માનવે મન જુદાં..
કોઇ લાખનો તો
કોઇ ખાખનો
સૌના વેચાણ ના
ભાવ જુદાં..!
મહામુલુ આ માનવજીવન
જીવવાના પણ
સૌના અંદાજ જુદાં ...!!..

Saturday, January 2, 2016

જીવી જાણો

નાની આ જીંદગી ના સફરે ઘણા રૂપ જોયા છે
તમે શાને રડો છો , મન- મોતી - કાચ તો મારા તૂટ્યા છે..
કોઈ કહે છે સરસ સ્મિત છે એનું અને સદાય હસે છે. કોણ જાણે છે એમાં કેટલા દુખ વસે છે ??
તમે મંઝીલ સુધી નથી પહોચ્યા એટલે દુખી છો। .પણ ચાલવા માટે રસ્તો મળ્યો એટલા ખુશનસીબ છો...
આપને છે ફરિયાદ કે બધા તમને ખુશ રાખવા ઝંખે છે ,
અમારા હતા એ પણ પારકા થઇ ગયા , એ જ અમને ડંખે છે.
જે થયું નથી એ માટે નો અફસોસ શાને કરો છો ?
આ જીંદગી જીવવા માટે રોજ આમ શાને મારો છો ?
આ દુનિયા માં સંપૂર્ણ સુખી કોઈ છે નહિ  અને રાખી પણ શકતું નથી।
એક આંખ તો એવું બતાવો જે ક્યારેય રોઈ નથી। .

બસ એટલું જ કહેવું છે - જીંદગી ને દિલ થી માણો।  મળી છે એક જ - જીવી જાણો

- સલોની ધ્રુવલ

Friday, January 1, 2016

એક ખુબજ સરસ વાર્તા

એક વ્રુક્ષ પર લાંબા સમયથી ઘણાં પક્ષીઓ રહેતા હતા. વ્રુક્ષ સાથે ખૂબ લગાવ હતો. એકવાર વ્રુક્ષ ને આગ લાગી. બધા પક્ષીઓ ઊડીને દૂર જવા લાગ્યા........

માત્ર એક જ પક્ષી પોતાની ચાંચમાં પાણી ભરીને વ્રુક્ષ પર નાંખતું હતું.......... બીજા પક્ષીઓએ સમજાવ્યું કે તું પણ અમારી જેમ ભાગી જા જલ્દી........

ત્યારે પક્ષીએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો....." વર્ષો સુધી જેણે આશરો આપ્યો એવા વ્રુક્ષ ના કપરા સમયમાં મારે મારું નામ તેનો સાથ છોડી જનારમાં નથી લખાવવું....... પણ જ્યારે ઇતિહાસ લખાશે, ત્યારે મારું નામ આ વ્રુક્ષ્ ને બચાવનારાઓમાં લખાશે........."

ભગવાનની યોજના

મંદિરની સાફસફાઈ કરતા કરતા રઘુને લાગ્યું કે આ મારો ભગવાન ખડેપગે રાત દિવસ ઊભો રહે છે, તો શું તેને થાક નહીં લાગતો હોય? કંટાળો નહીં આવતો હોય? લાવ, હું તેને પૂછું. પણ પછી એને ખયાલ આવ્યો કે આ તો મૂર્તિ છે, તે શું બોલવાની? તેમ છતાંય એક દિવસ તેણે બોલી નાખ્યું અને તેના આશ્ચર્ય વચ્ચે સામેથી જવાબ આવ્યો: ‘આજ સુધી કોઈએ તારા જેવો વિચાર કર્યો નથી. તારી વાત સાચી છે. મને પણ આરામની જરૂર છે. ફક્ત એક દિવસ પણ કોઈ મારી જગ્યાએ ઊભું રહે તો મારા માટે બસ છે!’ ભગવાને જવાબ આપ્યો તેથી રઘુ રોમાંચિત થઈ ગયો અને એક દિવસ માટે મૂર્તિની જગ્યાએ ઊભા રહેવા તૈયાર થયો.

ભગવાને કહ્યું, ‘હું તને મારું રૂપ આપી દઈશ કે જેથી તું મારી જગ્યાએ નિશ્વિંત ઊભો રહી શકે... પણ પછી તારે મારી જેમ હસતે મુખે ઊભા રહેવાનું, લોકોને વરદાન આપવાનાં, પણ આ બધું મૌન ધારણ કરીને. તું ભગવાન બન એનો વાંધો નથી પણ તું મારી યોજનામાં દખલ નહીં કરતો, કારણ દરેક માટે મેં જે યોજના કરી હોય છે તે તેના ભલા માટે હોય છે.’

બીજે દિવસે રઘુએ ભગવાનનું સ્થાન લીધું. થોડીવારે એક શ્રીમંત ત્યાં આવ્યો અને સારી એવી ભેટની રકમ પ્રભુનાં ચરણમાં ધરી પોતાનો વ્યાપાર ફળેફૂલે તેવા આશીર્વાદ માગ્યા. જતા જતા તેનું પૈસાથી ભરેલું પાકિટ નીચે પડી ગયું. રઘુ તો ભગવાનના સ્થાને હતો એટલે તેનાથી ચૂપ રહ્યા સિવાય છૂટકો ન હતો. તે જ વખતે એક ગરીબ જણાતો ઈસમ આવી પહોંચ્યો. પોતાના ખમીસના ગજવામાંથી પચાસ પૈસાનો સિક્કો ગલ્લામાં નાખતાં નાખતાં તે બોલ્યો: હે પ્રભુ, તારા ભરોસે જીવી રહ્યો છું પણ કુટુંબને પોષવાના સાંસા છે.

હવે તારા પર જ બધો મદાર છે. આટલું કહી પાછા જવા ફર્યોતો તેની નજર પેલા ધનિકના પાકિટ પર પડી. આજુબાજુ કોઈ જોતું નથી તે ચકાસીને આસ્તેથી તેણે પાકિટ ઉઠાવી લીધુ. પછી પ્રભુને કહ્યું, ‘વાહ, તારી ગતિ ન્યારી છે. આટલો જલદી તું પ્રસન્ન થશે તે નહોતું ધાર્યું!’ આમ બોલીને તે ચાલી ગયો. રઘુને તો મૌન ધારણ કરી હસતું મુખ રાખવું જ રહ્યું.

થોડીવારે એક ટ્રક ડ્રાઈવર આવ્યો અને હજી તે પોતાની પ્રાર્થના પૂરી કરે ત્યાં તો પેલો ધનિક માણસ પોલીસને લઈને આવ્યો. ‘આ ટ્રક ડ્રાઈવરે જ મારું પાકિટ ચોર્યું હશે’ કહી તેનું કંઈ સાંભળ્યા વગર તેને પકડાવી દીધો. સાચી બીના જાણતો હોવા છતાં રઘુથી કશું થાય એમ ન હોવાથી તે અકળાઈ ગયો. ભગવાનને સંબોધીને પેલો ટ્રક ડ્રાઈવર બોલ્યો: હું નિર્દોષ છું છતાં તેં મારી સાથે આવું કર્યું, પ્રભુ? આ બાજુ ‘ચોર’ જલદી પકડાઈ ગયો તેથી ધનિકે ભગવાનનો આભાર માન્યો! હવે રઘુથી ન રહેવાયું.

તેને લાગ્યું કે સાચા ભગવાન પણ આ જોઈ ન રહેત અને હકીકત બહાર લાવીને જ રહેત. આથી રઘુથી બોલાઈ ગયુ: ‘સાચો ચોર તો પેલો ગરીબ માણસ છે, જે હમણાં અહીંથી ગયો. આ ટ્રક ડ્રાઈવર તો નિર્દોષ છે!’ આ સાંભળી પોલીસે તેને છોડી દીધો અને થોડે દૂર પહોંચેલા પેલા ગરીબને બૂમ મારી તેની પાસેથી પાકિટ પાછું મેળવ્યું. હવે ટ્રક ડ્રાઈવરે ભગવાનનો આભાર માન્યો કે તેં મને બચાવ્યો. ધનિકે પણ પૈસા પાછા મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો. રાત્રે ભગવાન પોતાનું સ્થાન ગ્રહણ કરવા આવ્યા.

તેમણે રઘુને પૂછ્યું: કેમ, કેવો રહ્યો અનુભવ? રઘુએ કબૂલ કર્યું, ‘ભગવાન, તમારું સ્થાન લેવું ખરેખર સહેલું નથી, પણ એક વાતનો સંતોષ છે કે દિવસ દરમિયાન એક સારું કામ તો મેં કર્યું જ.’ આમ કહી રઘુએ આખી ઘટના કહી. રઘુને એમ કે આ વાત સાંભળ્યા બાદ ભગવાન તેના પર ખુશ થશે, પણ તેને બદલે તેમણે પોતાની નારાજગી દર્શાવી.

ભગવાને કહ્યું: ‘મેં તને મારી યોજનાને વળગી રહેવા કહ્યું હતું અને એક પણ શબ્દ ન બોલવાનું કહેવા છતાં તે કેમ મૌન તોડ્યું? શું તને મારામાં વિશ્વાસ નથી? શું મને અહીં આવતા દરેકના મનની વાતોનો અંદાજ નથી? પેલા ધનિકે મૂકેલા દાનના પૈસા તેની કાળી કમાઈનો અંશ હતો અને મારી પાસે બદલામાં અઢળક ધનની આશા રાખતો હતો. પેલા ગરીબ ઈસમે તેની છેલ્લી બચત મને ધરી હતી એ વિશ્વાસથી કે હું તેનું દુ:ખ દૂર કરીશ. વળી તે આ આકસ્મિક ધનપ્રાપ્તિને કારણે મારા પ્રત્યે વધુ ભાવુક થઈને વધુ ભક્તિ કરત.

ભલે પેલા ટ્રક ડ્રાઈવરે કંઈ ખોટું નથી કર્યું, પણ જો તે આજે બહારગામ જવા નીકળત તો રસ્તામાં અકસ્માતનો યોગ હતો. ચોરીના આરોપસર તેને જેલવાસ થાત તો તે અકસ્માતમાંથી બચી જાત... અને તેને જેલમાંથી છોડાવવાનું કામ તો હું સંભાળી જ લેત. મારી આ યોજનાને કારણે ગરીબની આર્થિક પરિસ્થિતિ સુધરત, ધનિકનાં પાપકર્મ ઓછાં થાત અને ટ્રક ડ્રાઈવરની જિંદગી પણ બચી જાત, પણ તેં વગરવિચાર્યે વર્તન કરીને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું.