Thursday, December 1, 2011

જેટલો હું તરી રહ્યો છુ, એટલો જ હું ડૂબી રહ્યો છુ;
કહેવાને ઉડુ છુ હું, પણ શું ખરેખર હું ઉડી રહ્યો છુ.?...

Wednesday, November 30, 2011

જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેણે આનંદ કહેવાય, અને જે ગમતું મળે તેણે સુખ કહેવાય.

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ - મુકેશ જોષી

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
બેઉ જણ માટે પૂજારી જોઇએ

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાં ય બારી જોઇએ

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
દિકરા જેવો મદારી જોઇએ

એ અગાસીમાં સૂતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.