Tuesday, May 31, 2016

તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી

ભાઈશ્રી/બહેનશ્રી,
    હું ભગવાન –
    આજે તમને  બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
  
    [1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
  
    [2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
  
    [3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
  
    [4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
  
    [5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને  બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
  
    [6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
  
    [7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
  
    [8] કોઈ તમારી  સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
  
    [9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
    અને છેલ્લે….
    હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
  
    એ જ લિ,
    ભગવાનની આશિષ.

Monday, May 30, 2016

રાખે છે મને

પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને
રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને
શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !
પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !
રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને
એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને
– હરકિસન જોષી

Sunday, May 29, 2016

3:30 PM - No comments

જીવનના સાત પગલા

(૧) જન્મ....
      એક અણમોલ સોગાદ છે,
      જે ભગવાનની ભેટ છે.....

(૨) બચપણ
      મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
      જે ડુબી શક્યો તે તરી ગયો છે....

(૩) તરુણાવસ્થા
     કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે
     મેળવવાની અનહદ આશા અને લુટવાની
     તમન્ના છે.
     તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...
     અને અનેક નવી મૂંઝવણો....

(૪) યુવાવસ્થા
      બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...
      તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની
      ઉમ્મીદો ..
      અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
       ખુદને માટે કશુ ન વિચારતા...
       બીજા માટે કરી છુટવાની ખુશી છે.
       કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.
 
  (૬) ઘડપણ    
        વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,
        જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...
 
૭) મરણ
     જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે...
     નાડીએ નાડીએ કર્મ તૂટશે..
     પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...
     ધર્મ-કર્મનો હિસાબ થશે...
     સ્વર્ગ-નરકનો માર્ગ થશે....
     પોતાનાનો પ્યાર છુટશે.........
                અને... 
     સાત પગલા પુરા થશે.....
                માટે..
      સાત પગલાની..
      પાણી પહેલા પાળ બાંધો....

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ
      કરો.

(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર
      છો,  
      માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...
      તે ..  પોતે જ... ચાલાક છે...!
      પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે
       ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય
       છે! માટે તમારી હોશીયારી તમારી પાસે જ
       રાખો!

(૪) જો તમને...
      પહેરવા કપડા, રહેવા ઘર અને..
      બે ટાઇમ અન્ન મળતું હોય તો...
      ઉપરવાળાનો આભાર માનજો..
      તમારાથી બીજા કેટલા સુખી છે..
      તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..
      તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..
      બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
      મુખ્ય વાત તો એ જ છે કે..
      તમારી ખોટ કેટલાને પડી?
      તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

3:24 PM - No comments

જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણું ક્યારેય ન મારો.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
                                         
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

8:37 AM - No comments

ઈન્ટરવ્યૂના અજબ-ગજબ સવાલ-જવાબ

વાસ્તવિક ‘ઈન્ટરવ્યૂ’માં આ જ કે આવા ઉત્તરો આપતાં નોકરી મળે કે ન મળે પણ આ જવાબો તમારા મોઢા પર સ્મિત પણ લાવી દેશે એ નક્કી !

૧. તમે આ નોકરી / પદ માટે શા કારણથી અરજી કરી રહ્યા છો ?
જવાબ : મેં તો અહીંની સાથે બીજી અનેક જગાએ અરજી કરી છે પણ તમારે ત્યાંથી મને અત્યારે બોલાવવામાં આવ્યો છે, તેથી હું અહીં છું.

૨. તમારે અમારી કંપનીમાં શા માટે જોડાવું છે ?
જવાબ : મારે તમારી કંપનીમાં જ જોડાવું છે એવું નથી. મારે તો નોકરી કરવી છે, જે કંપની સારું કામ અને સારો પગાર આપે તેમાં જોડાવા હું તૈયાર છું.

૩. મારે તમને શા માટે નોકરીએ રાખવા જોઈએ ?
જવાબ : તમારે કોઈકને તો નોકરી આપવાની જ છે. તો પછી મને શા માટે નહીં ?

૪. જો તમને આ નોકરી મળી જાય તો તમે શું કરશો ?
જવાબ : સાચું કહું તો હું ખૂબ મૂડી છું. આથી મને આ નોકરી મળી જાય તો મારા તે સમયના મૂડ અને પરિસ્થિતિ પર હું શું કરીશ તેનો આધાર રાખે છે.

૫. તમારી મોટામાં મોટી લાયકાત કે તાકાત કઈ ?
જવાબ : સાચું કહું તો જે કંપની મને ખૂબ ઊંચો પગાર આપે તે કંપનીના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેમાં જોડાઈ જવાની તાકાત…

૬. તમારી સૌથી મોટી નબળાઈ ?
જવાબ : છોકરીઓ !

૭. તમારી સૌથી મોટી ભૂલ તમે કઈ કરેલી અને તેમાંથી તમે શું શીખ્યા ?
જવાબ : મારી પાછલી કંપનીમાં જોડાયો એ અને શીખ્યો કે મારે વધારે ઊંચો પગાર મેળવવા બીજી નવી જગાએ જોડાવું પડશે અને તેથી જ આજે અહીં ‘ઈન્ટરવ્યૂ’ માટે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું.

૮. તમારી છેલ્લી નોકરીમાં મેળવેલી કઈ કઈ સિદ્ધિઓ બદલ તમે ગૌરવ અનુભવો છો ?
જવાબ : જો એવી કોઈ સિદ્ધિ મેળવી હોત તો મારે નવી નોકરી શોધવા શીદને નીકળવું પડત ? પગાર વધારો માગી ત્યાં જ ન ટક્યો હોત ?

૯. એક પડકારભરી પરિસ્થિતિનું વર્ણન કરો જેનો તમે સામનો કર્યો હોય અને તમે એમાંથી કઈ રીતે બહાર આવ્યા તે જણાવો.
જવાબ : સૌથી મોટો પડકાર છે “તમે શા માટે નવી નોકરી શોધી રહ્યા છો” એ પ્રશ્નનો જવાબ આપવામાં. અને તેનો સામનો મેં વ્યર્થનો બડબડાટ કરીને સામાવાળાને ગૂંચવી મારી કર્યો હતો.

૧૦. તમે શા માટે તમારી પાછલી નોકરી છોડી દીધી / છોડવા જઈ રહ્યા છો ?
જવાબ : એ જ કારણથી જેને લીધે તમે તમારી પાછલી નોકરી છોડી દીધી હતી.

૧૧. તમને આ નવી નોકરી પાસેથી શી શી અપેક્ષાઓ છે ?
જવાબ : ઓછામાં ઓછા કામ અને વધારેમાં વધારે પગાર અને નિયમિત પગારબઢતીઓની.

૧૨. તમારા કારકિર્દી ધ્યેય ક્યા ક્યા છે અને તમે તે કઈ રીતે હાંસલ કરવા ઈચ્છો છો ?
જવાબ : વધુમાં વધુ પૈસા કમાવા અને એ માટે દર બે વર્ષે નોકરીઓ બદલ્યા કરવી.

૧૩. તમે અમારી કંપની વિશે સાંભળ્યું છે ? તમે અમારા વિશે શું જાણો છો ?
જવાબ : હા, હું જાણતો જ હતો કે તમે આ પ્રશ્ન પૂછશો. એટલે જ અહીં આવતા પહેલાં હું તમારી વેબસાઈટ ખૂંદી વળ્યો હતો.

૧૪. તમને કેટલા પગારની અપેક્ષા છે અને તમે તેને કઈ રીતે યથાર્થ લેખાવશો ?
જવાબ : કોઈ પોતાની પહેલી નોકરી જેટલા જ પગાર માટે નોકરી બદલે નહીં. આથી હું ઓછામાં ઓછા ૨૦% ઊંચા પગાર સાથે જોડાવા ઈચ્છીશ. (મને ખબર જ છે હું ગમે એટલો પગાર વધારવા કહીશ, તમે એ સંદર્ભે ભાવતાલ કરવાના જ છો. તેથી મેં મારી હાલની નોકરીમાં મેળવું છું એ કરતાં ૩૦% ઊંચો પગાર જ તમને જણાવ્યો છે !)

8:35 AM - No comments

રમૂજી ટુચકાઓ..

એક ડૉક્ટરે પોતાના ઘરેથી પોતાની હૉસ્પિટલ પર નંબર લગાવ્યો. ભૂલથી નંબર હૉસ્પિટલ પર લાગવાને બદલે નેશનલ ક્રિકેટ ક્લબમાં લાગી ગયો.
ડૉક્ટરે પૂછ્યું : ‘શું સ્થિતિ છે ?’
‘બસ ! છેલ્લા બે બચ્યા છે, એ પણ જવાની તૈયારીમાં છે.’ ક્રિકેટ ક્લબના મેનેજરે જવાબ આપ્યો.

*
બે મિત્રો સંગીતનો કાર્યક્રમ માણવા ગયેલા, થોડીવાર પછી એક મિત્રે બીજાને કોણી મારીને કહ્યું, ‘જો ને ! પેલો પહેલી હરોળમાં બેઠો છે તે કેવો ઊંઘે છે ! એને સંગીતમાં સમજણ ન પડતી હોય તો અહીં શું કામ આવ્યો હશે ?’
બીજા મિત્રે કહ્યું, ‘અરે ! બુદ્ધુ ! આટલી વાત કરવા માટે તે મારી ઊંઘ બગાડી !’

*
ચમનના સ્કૂલ રિક્ષાવાળા ચાચા સ્કૂલ પહોંચી રિક્ષામાંથી એક વ્હીલ કાઢવા લાગ્યા.
ચમનાએ પૂછ્યું, ‘ચાચા, રિક્ષામાંથી એક વ્હીલ કેમ કાઢી રહ્યા છો ?’
‘તને દેખાતું નથી સામે બોર્ડ પર લખ્યું છે, પાર્કિંગ ફોર ટુ વ્હીલર્સ ઓનલી.’ ચાચાએ વ્હીલ કાઢતા જવાબ આપ્યો.

*
વજનના કાંટામાં પતિએ સિક્કો નાખ્યો.
ટિકિટ બહાર આવી.
તેમાં લખ્યું હતું.
તમે પ્રામાણિક છે, તમે પ્રેમાળ છો, તમારું ચારિત્ર્ય ઉમદા છે, તમે બાહોશ છો…
‘અરે જુઓ તો ખરા, તમારું વજન પણ ખોટું છે !’ પત્ની બોલી ઊઠી.

*
પતિ : તારા વિના હું એકલો રહી શકતો નથી.
પત્ની : એટલે તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને વિધુર બનાવવાને બદલે મને વિધવા બનાવે.

*
શાંતાબહેન પિયર ગયા હતા. શાંતિલાલના અનેક પત્રો છતાં પાછા આવવામાં વિલંબ કરતા હતા.
છેવટે શાંતિલાલે એક યુક્તિ કરી. તેણે શાંતાબહેનને પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે, ‘સામેવાળા સરલાબહેન મારું બહુ ધ્યાન રાખે છે. રોજ ગરમ રસોઈ જમાડે છે અને જે કાંઈ જોઈતું હોય તે આપી જાય છે.’
ટપાલ મળતાં જ શાંતાબહેન ઘેર આવવા રવાના થયા.

*
પત્ની (પતિને ઉત્સાહથી) : હું બ્યૂટીપાર્લરમાં જઈને આવી !
પતિ : કેમ, પાર્લર બંધ હતું !

*
ડૉક્ટર : માથામાં કેવી રીતે વાગ્યું ?
દર્દી : હું મારી હવાઈ ચપ્પલથી દીવાલમાં ખીલી ઠોકી રહ્યો હતો.
ડૉક્ટર : એને અને આ વાગ્યું છે તેને શું લાગેવળગે ?
દર્દી : એ વખતે અમારા પાડોશીએ કહ્યું કે ક્યારેક ક્યારેક દિમાગનો પણ ઉપયોગ કરો.

*
પિતા : બેટા, તારું એડમિશન આ સ્કૂલમાં નહીં થઈ શકે.
પુત્ર : કેમ પપ્પા ?
પિતા : ત્યાં એકેય સીટ ખાલી નથી.
પુત્ર : તમે એડમિશન કરાવી દો, સીટ હું ખાલી કરાવી દઈશ.

*
પપ્પા : બેટા, કંઈ વાંધો નહીં. તારી કિસ્મતમાં નાપાસ થવાનું લખ્યું હશે.
પિન્ટુ : પાપા, એ તો સારું થયું કે હું આખું વર્ષ ભણ્યો નહીં, નહિ તો બધી મહેનત નકામી જાત.

*
એક અભિનેતાના વખાણ કરતાં એક પત્રકારે એને પૂછ્યું, ‘આ ફિલ્મમાં એક ડરપોક પતિની તમે જે ભૂમિકા નિભાવી છે, એ ખરેખર દાદને પાત્ર છે. તમે આટલી મુશ્કેલભરી ભૂમિકાને આટલી સરળતાથી કઈ રીતે કરી શકો છો ?’
‘જી, એનો શ્રેય મારી પત્નીને જાય છે !’ અભિનેતાએ ટૂંકો જવાબ આપ્યો.

*
ટીના : પપ્પા, જીભને કેટલા પગ હોય ?
પપ્પા : એક પણ નહિ.
ટીના : તો મમ્મી મને એમ કેમ કહે છે કે ટીના તારી જીભ બહુ ચાલે છે.

*
મગન : એવી એક વસ્તુ બતાવો જે એક વાર ઉપર જાય પછી નીચે આવતી નથી.
છગન : માણસની ઉંમર.

*
‘હું તને પાંચ છ વાર કહી ચૂક્યો છું, પરંતુ તે જે રકમ ઉધાર લીધી છે, તે હજી સુધી પાછી નથી આપી.’
‘તે પણ દસ-બાર વાર માગ્યા પછી જ ઉધાર આપ્યા હતા ને.’

*
પપ્પા (ટપુને) : બજારમાં ધ્યાનથી ચાલવાનું રાખ, નહીંતર કોઈ દિવસ મોટરગાડી નીચે આવી જઈશ.
ટપુએ છાતી ફૂલાવીને કહ્યું, ‘મારા ઉપરથી તો મોટું વિમાન પણ જતું રહે છે, તમે મોટરગાડીની ક્યાં વાત કરો છો ?’

*
શેઠાણી : અરે ! ગાંડી આટલી બધી વાર ક્યાં કરી ?
નોકરાણી : શેઠાણી ! હું સીડીઓ ઉપરથી પડી ગઈ હતી એટલે.
શેઠાની : તો શું પડવામાં આટલી બધી વાર લાગે ?

*
ડૉક્ટર : ઊંડા શ્વાસ લો અને પાંચ વાર આઠ બોલો.
દર્દી (ઊંડો શ્વાસ લઈને) : ચાલીસ !

*
નોકર : ઊઠો, ઊઠો સાહેબ, ઘરમાં ચોર ઘૂસી ગયો છે.
શેઠ : તે લોકોને કહે કે અત્યારે મને ખૂબ ઊંઘ આવી રહી છે. કાલે આવે.

*
મનિયો પરીક્ષાખંડના દરવાજે બેસી પરીક્ષા આપતો હતો. સુપરવાઈઝર ફરતાં ફરતાં મનિયાના પરીક્ષાખંડ પાસે આવ્યા.
મનિયાને દરવાજા પાસે બેઠેલો જોઈ પૂછ્યું, “મનિયા, તું અહીં દરવાજા પાસે બેસીને શા માટે પરીક્ષા આપે છે ?”
“સાહેબ, આ મારી એન્ટ્રન્સ એક્ઝામ છે.”

*
એક સ્ત્રી કાછિયાને કહેતા હતી : જો શાકભાજી ખરાબ નીકળશે તો રાંધેલાં પાછાં લાવીશ.
કાછિયાએ જણાવ્યું : તો પછી એમ કરજો. સાથે બેચાર રોટલીઓ પણ લેતાં આવજો.

*
એક ફેરિયાએ બૂમ પાડી : ‘ચપ્પુ, કાતરને ધાર કઢાવો.’
ત્યારે એક યુવતીએ પૂછ્યું : ‘શું અક્કલને પણ ધાર કાઢો છો ?’
‘જી હા’ ફેરિયાએ કહ્યું : ‘પણ શરત એટલી કે તે તમારી પાસે હોવી જોઈએ.’

*
શિક્ષક : તારે કેટલી આંગળી છે ?
વિદ્યાર્થી : દશ.
શિક્ષક : શાબાશ, આ દશમાંથી ચાર આંગળીઓ જતી રહે તો તારી પાસે શું રહેશે ?
વિદ્યાર્થી : તો સર મારે હોમવર્ક કરવાનું રહેશે નહિ !

8:32 AM - No comments

રમૂજી ટુચકાઓ..

શિક્ષક : ગાંધીજીને કોણે માર્યા?
પપ્પુ : ગોળીએ, સાહેબ.
શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું : પણ ગોળી છોડનાર કોણ ?
પપ્પુ એકદમ બોલી ઉઠ્યો : સાહેબ ! પિસ્તોલ.

*

પતિ-પત્નીનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો.
પત્ની : અરેરેરે ! મેં મારી મમ્મીનું કહેવું માની તમારી સાથે લગ્ન ના કર્યું હોત તો કેવું સારું ?
પતિ : તો શું તારી મમ્મીએ તને મારી સાથે લગ્ન કરવાની ના પાડી હતી ?
‘હા …’ પત્નીએ ક્રોધમાં જવાબ આપ્યો.
‘અરે ભલા ભગવાન, હું પણ કેવો મૂર્ખ છું ? આવા ભલા સાસુને હું અત્યાર સુધી ખરાબ જ માનતો હતો !’

*
એક દર્દીને હાર્ટઍટેક થયો હતો. સારવાર પછી તેણે દાક્તર પાસે બીલ માંગ્યું.
‘બીલની હજુ થોડા દિવસ રાહ જુઓ, તમારી તબિયત આંચકા સહન કરી શકે તેટલી સારી થઈ નથી..’ દાક્તરે શાંતિથી કહ્યું.

*
દીપા : (પતિને) ‘તમને કશું લાવતા નથી આવડતું.’
દીપક : ‘સાવ સાચું કહે છે, તને લાવ્યો એ જ એની સાબિતી છે.’

*
એક અજાણ્યા માણસે બીજાને કહ્યું, ‘જો તમે સામેના મકાનમાંથી ટી.વી. ચોરી લાવો હું તમને એક હજાર રૂપિયા ઈનામમાં આપીશ.’
બીજો માણસ ગયો અને ટી.વી. લઈ આવ્યો. પણ શરત હારનાર પહેલા માણસે એક હજાર રૂપિયા આપવાની ના પાડી દીધી અને કહ્યું, ‘તમને એ જાણીને નવાઈ લાગશે કે હું પોલીસ ઈન્સ્પેક્ટર છું.’
‘તો તમને એ જાણીને એથીયે વધારે નવાઈ લાગશે કે સામેનું એ મકાન મારું જ છે.’ ટી.વી. ચોરી લાવનારે કહ્યું.

*
એક બેટસમેનની પત્ની : ‘જો કોઈ ખૂબસુરત યુવાન મને ભગાવીને લઈ જઈ રહ્યો હોય તો તમે શું કરશો ?’
‘હું કહીશ કે ભગાવીને લઈ જવાની ક્યાં જરૂર છે, આરામથી લઈ જા ને !’ બેટસમેને છગ્ગો માર્યો.

*
પતિ : તું આજકાલ વધારે સુંદર થતી જાય છે ?
પત્ની : એ કેવી રીતે ?
પતિ : જોને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ બળતી જાય છે.

*
બે સરદારજી કારમાં બૉમ મૂકતા (ફીક્સ કરતા) હતા.
સરદાર – ૧ જો બૉમ ફીક્સ કરતા કરતા ફાટશે તો આપણે શું કરીશું ?
સરદાર – ૨ ચિંતા ના કરીશ, મારી પાસે બીજો બૉમ છે.

*
ડૉક્ટર : તો તમારો કાર અકસ્માત કેવી રીતે થયો ?
દર્દી : હું વળાંક લઈ રહ્યો હતો.
ડૉક્ટર : … અને સામેથી બીજી કાર આવી ?
દર્દી : ના, ત્યાં વળાંક નહોતો.

*
વેઈટર : અરે અરે, તમે આ ચમચી કોને પૂછીને લો છો ?
ગ્રાહક : ડૉક્ટરના કહેવાથી ?
વેઈટર : એટલે ?
ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશી કાઢીને વેઈટરને બતાવી કહ્યું : જુઓ શીશી પર લખ્યું છે કે જમ્યા પછી બે ચમચી લેવી.

*
પતિ : રોજ-રોજ હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો.
પત્ની : ઠીક છે, આવતી કાલથી તમે ડુંગળી સમારજો.

*
મગનને નોકરી મળી. એણે બૉસ પાસે ૫ હજાર રૂ. પગાર, કાર ને ફ્લૅટની માગણી કરી.
બૉસે કહ્યું : ‘જાવ ડબલ આપીશું.’
આંખો પહોળી કરી મગને કહ્યું : ‘સાહેબ, તમે મજાક કરો છો ?’
સાહેબ : ‘ભાઈ, મજાકની શરૂઆત તમે કરી હતી !!!’

*
એક ન્યાયાધીશ દલીલ કરતા હતા કે: ‘મૃત્યુદંડની સજાથી ગુનાઓ ઓછા થાય છે.’
જુવાન એટર્ની એનાથી વિરુદ્ધ મતનો હતો. તેણે ન્યાયાધીશને કહ્યું : ‘તમારા મતની સાબિતી માટેના કારણો આપો.’
ન્યાયાધીશે કહ્યું : ‘જે જે લોકોને મેં ફાંસીના માંચડે મોકલ્યાં છે, તેમણે પછી ક્યારેય ખૂન કે ગુનો કર્યો નથી.’

*
એક અભિનેત્રીએ બીજીને કહ્યું : ‘યાર, ગઈકાલે મારું નાટક એવું જામ્યું કે આખા ઑડિયન્સનાં મોં ફાટેલાં જ રહી ગયાં.’
એ અશક્ય છે. બીજી અભિનેત્રી બોલી : ‘રોગ ચેપી છે એ ખરું, પરંતુ એટલા બધા લોકોને બગાસું સાથે આવે એ શક્ય નથી.’

*
શિક્ષક : ચિન્ટુ, આવતા જન્મમાં તું શું બનવા માંગે છે ?
ચિન્ટુ : સર, આવતા જન્મમાં હું જિરાફ બનવા માંગુ છું.
શિક્ષક : ચિન્ટુ, શા માટે તું જિરાફ બનવા માંગે છે ?
ચિન્ટુ : એટલા માટે કે તમે મને લાફો ન મારી શકો ને !

*
ભગવાન કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત અને ગાંધીજી આ ત્રણેયમાં શું સામનતા છે ? શિક્ષકે પૂછ્યું.
મનિયો ઊભો થઈને કહે ત્રણેય છે ને.. તો… છે ને ત્રણેય રજાના દિવસે જન્મ્યા’તા સાહેબ..!

*
છોકરી : ડિયર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?
છોકરો : લોંગ ડ્રાઈવ પર ડાર્લિંગ.
છોકરી : તેં મને પહેલેથી કેમ ન કહ્યું ?
છોકરો : મને પણ હમણાં બ્રેક ફેઈલ થઈ પછી જ ખબર પડી.

*
પિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.
પ્રેમી : એટલા માટે જ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.

*
નેતા એના પી.એ.ને : આટલા બધા ખેલાડી ફૂટબોલને કેમ લાત મારે છે ?
પી.એ : ગોલ કરવા.
નેતા : ધત્‍ તેરે કી, બોલ તો પહલે સે હી ગોલ હૈ ઔર કિતના ગોલ કરેંગે ?

*
પતિ : ‘પુરુષના જીવનમાં બે વાર એવી સ્થિતિ આવે છે, જ્યારે એ સ્ત્રીને સમજી નથી શકતો.’
પત્ની : ‘ક્યારે – ક્યારે આવે છે આવી સ્થિતિ ?’
પતિ : ‘એકવાર લગ્ન પહેલા અને બીજી વાર લગ્ન પછી.’

*
કપિલ શર્માએ પત્નીને કહ્યું, ‘જો મકાનમાલિક ઘર ભાડાના પૈસા માટે દરવાજો ખખડાવે છે. તેને તું કહી દે કે હું ઘરમાં નથી.’
પત્ની : ‘પણ, તમે કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતાં.’
કપિલ : ‘એટલા માટે તો હું તને મોકલું છું’

*
એક દોસ્ત : ‘હું એટલો મોટો થઈ ગયો. પણ મને યાદ નથી કે હું ક્યારેય જૂઠું બોલ્યો હૌં.’
બીજો દોસ્ત : ‘હા, તું સાચું કહે છે, મોટી ઉંમરમાં યાદશક્તિ પણ કમજોર થઈ જાય છે !’

*
એક પત્રકારે એક બેટસમેનને પૂછ્યું, ‘તમારો જન્મદિવસ ક્યારે આવે છે ?’
બેટસમેન : ‘મારો જન્મદિવસ નથી આવતો.’
પત્રકાર : ‘એવું કઈ રીતે બની શકે ? જન્મદિવસ તો બધાનો આવે છે ?’
‘એમાં એવું છે ને કે હું રાતના જન્મયો હતો. એટલે મારો જન્મદિવસ નથી આવતો !’

*
અમિત : ‘હમણાં છેલ્લાં પાંચ દિવસથી અમારી આખી ઓફિસ પિકનિક મનાવી રહી છે.’
કૃણાલ : ‘એમ ? એ કેવી રીતે ?’
અમિત : ‘બોસ વેકેશન ઉપર ગયા છે.’

8:28 AM - No comments

થોડી હાસ્યસમિધા

પતિએ પાન ખરીદીને પત્નીને ખાવા આપ્યું.

પત્ની – અરે તમે તો તમારા માટે લીધું જ નહીં.

પતિ – ડીયર હું તો એમને એમ પણ ચૂપ રહી શકું છું.

* * *

સેલ્સમેન – સર વાંદા માટેનો પાઉડર લેશો કે?

સંતા – નહીં નહીં.. સૉરી અમે વાંદાને એટલા લાડ પ્યાર નથી કરતાં, આજે પા ઉડર આપશું તો કાલે ડિઓ માંગશે..

* * *

વરરાજા – પંડિતજી, પત્નીને ડાબે બેસાડું કે જમણે?

પંડિત – બકા, તને જેમ ઠીક લાગે તેમ બેસાડ, આજનો જ દિવસ વૈકલ્પિક છે. કાલથી તો એ તારે માથે જ બેસવાની છે.

* * *

પત્ની સાથે ચર્ચામાં ઉતરવું

અને

ગૂગલના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવા

એક સરખું જ છે, આખરે તો તમારે I agree કર્યા વગર છૂટકો જ નથી.

* * *

મરઘીના લગ્ન બત્તક સાથે થઈ રહ્યાં હતાં.

બાજુના વાડામાંના મરઘાએ પૂછ્યું, ‘શું હું મરી ગયો હતો?’

મરઘી – ‘મારા મમ્મી પપ્પાની ઈચ્છા છે કે એક જમાઈ તો ‘નેવી’વાળો હોવો જ જોઈએ.

* * *

એક પાનવાળો જ છે જે કહીને ચૂનો ચોપડે છે, બાકી બીજા બધાં તો…

* * *

સંતા અને બંતા રસ્તે ચાલતા જતા હતાં, રસ્તામાં ૧૦૦૦ની નોટ પડી હતી.

સંતા – ‘આનું આપણે શું કરશું?’

બંતા – ‘આપણે ફિફ્ટી ફિફ્ટી કરી લેશું.’

સંતા – ‘તો બાકી બચેલા ૯૦૦નું શું કરશું?’

* * *

ડૉક્ટર – ‘સારા સ્વાસ્થ્ય માટે રોજ વ્યાયામ કરો, રમતો રમો.’

સંતા – ‘હું રોજ ક્રિકેટ અને ફૂટબોલ રમું છું.’

ડૉક્ટર – ‘કેટલા કલાક?’

સંતા – જ્યાં સુધી મોબાઈલની બેટરી ચાલે ત્યાં સુધી.

* * *

આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં

અજાણ્યા લોકો ૧૦ મિનિટમાં લગ્ન નક્કી કરી દે છે,

પણ આખા દિવસના ઈન્ટર્વ્યુ પછી પણ નોકરી નથી આપતા.

* * *

પપ્પુ – ટીચર, કોઈ વસ્તુને ઉપાડીને બીજે મૂકવા કરતાં ધક્કો મારીને સરકાવવી વધુ સરળ છે.

ટીચર – એમ? કોણે કહ્યું?

પપ્પુ – ન્યૂટનના મોટા બાપુજીએ.

* * *

સંતા તેના સાહેબને – તમે એવી નોટિસ કેમ લગાડી છે કે અહીં ફક્ત પરણેલા લોકોને જ નોકરી મળશે?

સાહેબ – કારણ કે પરણેલા લોકોને અપમાન સહન કરવાની આદત હોય છે, એને ઘરે જવાની ઉતાવળ નથી હોતી અને એ સામે જવાબ પણ નથી આપતા.

* * *

પતિ પત્ની વિદેશમાં ફરવા નીકળ્યા,

વાતો કરતાં અને ચાલતાં ચાલતાં પતિનું ધ્યાન ન રહ્યું અને તે પથ્થર પગમાં આવવાથી પડી ગયો, હાથ છોલાયો અને લોહી નીકળ્યું. પત્ની પોતાનો દુપટ્ટો ફાડીને હાથ પર બાંધી દેશે એ આશાએ પતિ તેને જોઈ રહ્યો.

પત્ની બોલી – ‘વિચાર પણ ન કરતો, ડિઝાઈનર પીસ છે.’

દર્પણ

એક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો.
દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે.
અમારા ચહેરા પી પીને
તું રહ્યું દેખાવડું
અને અમે થયા
ધીરે ધીરે ઝાંખા.
એ ચૂપ રહ્યું.
તું ન હોત તો
અમે એયને કુદરતમાં રમમાણ હોત.
તેં અમારી વચ્ચે ફાચર મારી.
એ કશુંક બોલવા ગયું
પણ એણે માંડી વાળ્યું.
તેં અમને અમારાથી છૂટા પાડ્યા
અને ડુબાડી દીધા
પ્રતિબિંબના દરિયામાં.
એ ધીરેથી ન સંભળાય
એવું કશુંક બોલ્યું.
સાંભળે છે તું ? હું બરાડ્યો.
આજે હું તને ફોડીને જ ઝંપીશ.
અને કાયમ માટે નિરાંત અનુભવીશ
તૈયાર થઈ જા.
એકાએક એણે પોતાની અંદર
સંતાડી રાખેલો એક ચહેરો મને બતાવ્યો.
અરે ! આ તો મારી માનો ચહેરો !