Tuesday, August 30, 2016

11:43 PM - No comments

સુંદર

તમે હેરાન થાઓ છો
એનો અર્થ એ નથી કે,
તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે,
તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.
🙏🙏
મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી
કે
જે મને નફરત કરે છે.....
કેમ કે,
હુ એવા લોકોમા વ્યસ્ત છુ
જે લોકો મને પ્રેમ કરેછે...
🙏🙏
ભૂખ તો ... સંબંધોને
પણ.. લાગે છે !!

બસ,
લાગણીઓ..
સ્વાદિષ્ટ હોવી જોઈએ.
🙏🙏
ભક્ત હોય તો
નરસિંહ મહેતા
અને મીરા જેવી
જેમાં ટેન્શન
હંમેશા ભગવાનને
જ લેવુ પડે..
🙏🙏

તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?
🙏🙏
ગામમાં લીમડા
ઘટતા જાય છે
અને
ઘરમાં કડવાશ
વધતી જાય છે..!!

હોઠો પરથી 'સુગર' ઘટી છે ,

ત્યારે થી લોહીમાં વધી છે...!!
🙏🙏
મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.
🙏🙏
"ઘર નાનું હોય કે મોટું"
પણ
જો મીઠાશ ન હોય તો...
માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..
🙏🙏
લાગણીઓ
જ થકવી જાય છે,
બાકી, માણસ તો
બહુ મજબુત હોય છે..
🙏🙏
પ્રેમ અને દોસ્તી
મા ચઢીયાતી
દોસ્તી છે દોસ્તો,
ત્યારે તો રાધા રડે
છે કૃષ્ણ માટે અને
કૃષ્ણ રડે છે, સુદામા માટે
🙏🙏

પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ,

પરિસ્થિતિને
આપણે સાચવી લઈએ
તે આપણી સમજણ..
🙏🙏
 
  એ સફળતાની
            નિસરણી
શું કામની કે જેમાં માણસ
    તો ઉપર ચઢે પણ
         માણસાઇ
   નીચે ઊતરી જાય ?..
🙏🙏
આ દુનીયા ની સૌથી સુંદર
જોડી...
"હાસ્ય" અને "આંસુ"
આ બંનેનુ સાથે
આવવુ   અશક્ય છે....
પરંતુ સાથે આવે એ
સમય સહુ થી
ખુબસુરત હોય છે...
🙏🏻🙏🏻🙏🏻
આજકાલ કોઇ નેએલાર્મ
નથી જગાડતુ સાહેબ...

હર કોઇને તેની
જવાબદારીઓ
જ જગાડે છે....
🙏🙏🙏
કોઇપણ વસ્તું કે
માણસની એટલી
બધી અપેક્ષા ન
રાખવી કે તેના વગર
જીવી ના શકાય.
🙏🙏🙏
પાંપણો પર જો
પાળ બાંધી હોત
ને સાહેબ ,
તો....આ આંખો
સાતેય દરિયાની
માલિક હોત..
🙏🙏🙏
અફવા એ એવું
ઝડપી ગતીવાળું
પક્ષી છે, જેની
પાંખોને ક્યારેય 'વા'
લાગતો નથી.
🙏🙏🙏
સાપ ઘરે જોવા મળે
તો
લોકો દંડો મારવા દોડે છે

અને

શિવ લિંગ પર જોવા મળે
તો
દુધ પીવડાવવા દોડે છે...

સન્માન તમારું નહિ,
તમારા સ્થાન
અને
સ્થિતિનું થાય છે.
🙏🙏🙏
આપણે જેમને
સહુથી વધુ ચાહીએ
તેમનામાં જ
આપણને વધુ
દુઃખ આપવાની
શક્તિ રહેલી હોય છે.
🙏🏻🙏🏻🙏🏻

દુનિયાની સાચી હકીકત
જ્યાં સુધી "સાચી વાત"
ઘરની બહાર નીકળે......
ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી
હોય છે..

સિંહ અને વાઘ
ખુબજ શક્તિશાળી છે.
પણ શિયાળ ક્યારે
સર્કસમાં કામ
નથી કરતો.

( શાંતિથી વિચારજો )

🙏🙏
બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો.
કારણ કે......
દુનિયા જીતીને
પણ
સિંકદર ખાલી હાથે જ ગયો....
🙏🙏
અજબ રિવાજ છે
આપણા દેશનો ,
નજર મર્દૉની
ખરાબ હોય છે ,
અને સ્ત્રીઓને લાજ
કાઢવાનું કહે છે
🙏🙏

ઘડિયાળ ની ટીક
ટીક ને મામુલી ના
સમજો સાહેબ..
એટલું સમજી લ્યો કે
જિંદગીના વૃક્ષ પર
કુહાડી ના વાર છે..!
🙏🙏
તમે ભલે તમારા
જીવનથી અસંતુષ્ટ
હોવ. પણ ઘણા લોકો
એવા હશે જે તમારા
જેવુ જીવન જીવવા
તરસતા હશે.
🙏🙏
કોઇને ' સારા ' લાગશો,
કોઈને ' ખરાબ ' લાગશો,
પણ
ચીંતા ના કરશો...
જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.
🙏🙏

લાગણીઓ ના વ્યવહાર માં
ખેલ ના કરાય વાલા. કારણ કે
સાચા મિત્રોના ક્યાંય સેલ ના
ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી
હાજરી એટલે મહેફિલ.
🙏🙏
રેતી માં ઢોળાયેલ
ખાંડ કીડી વીણી સકે
પરંતુ હાથી નહિ
તેથી ક્યારેય નાના
માણસ ને નાનો ના
ગણવો ક્યારેક નાનો
માણસ મોટું કામ કરી
જાય છે..
🙏🙏

આપણને ગમતી
વ્યક્તિ દર વખતે
આપણને ગમે એવું
વર્તન જ કરે એ
જરૂરી નથી. આપણને
ગમતી વ્યક્તિ જે કંઈ
વર્તન કરે એ ગમે એ
જ ખરો સંબંધ છે.
🙏🙏
કોણે  કહ્યુ,
💎 કોહીનુર 💎
અહી નથી?????

દોસ્તો,
મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.....
કેટલાય
💎 કોહીનુર 💎
મળશે....!!
🙏🙏 🙏🙏

Thursday, August 25, 2016

8:28 PM - No comments

ખોબો ભરી ને વહાલ મોક્લુ છુ

ખોબો ભરી ને વહાલ મોક્લુ છુ,,
દોસ્તીના થોડા સવાલ મોક્લુ છુ..
ગમ બધા રહેવા દીધા છે,,
મારી પાસેથી દરેક પળ તમને ખુશાલી મોક્લુ છુ..

***

ખુલી આંખોના સપના સાચા નથી હોતા,,
બધા ચમકતા સિતારા નથી હોતા,,
મળે જો પ્રેમ તો ભરી લો દિલમા,,
જિંદગી ની લકીરના ભરોસા નથી હોતા..

***

દોસ્તી એવી કરજો કે જેમા
શબ્દો ઓછા ને સમજ વધારે હોય,,
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય,,
સ્વાસ ઓછા ને વિશ્વાસ વધારે હોય,,
પૂરાવા ઓછા ને પ્રેમ વધારે હોય..

***

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલુ માનવી કરે કબુલ તો
હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ..

***

નફરત હોય ના હોય થોડો પ્રેમ રાખજો
મળવાનુ થાય ના થાય સબંધો બનાવી રાખજો,,
દુખ હોય ના હોય દિલાસો દિલ થી આપજો,
કોલ થાય ના થાય  મેસેજ ચાલુ રાખજો..

***

8:04 PM - No comments

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,

પોતાના મો *ચડાવી* બેઠા ને
પારકા *હસાવી* જાય છે...

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે....

કયાં *સમય* છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ *"બેસવા"* જઈએ છીએ.

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*

Tuesday, August 23, 2016

12:02 AM - No comments

મને ગમ્યું - તમને પણ કદાચ ગમશે

1. હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને પણ ભુલોથી માણસ
હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

2. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ,પરિસ્થિતિને આપણે
સાચવી લઈએ તે આપણી સમજણ
              
3. ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં.. પણ અહમને બાદ કરો
તો જવાબ સહેલા છે.

4. નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, કયાંથી કાઢે છે સમય
લોકો ઝગડો કરવા માટે...!!!

5. ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે; નિઃસ્વાર્થ સબંધ નિભાવવામાં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

6. માન્યુ કે એટલી સરળ
આ વાત નથી, પણ અંત વગર નવી
શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી,
કદી વિખવાદ પણ સર્જાય, ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

7. સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ... ખૂબ ઝંખેલી
કોઈ કીમતી પળ.

8. સારું હ્દય અને સારો સ્વભાવ
બંને જરુરી છે. સારા હદય થી
કેટલાય સંબંધો બને છે અને સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

9. મજાક મસ્તી તો જીવનમાં
ઓક્સિજન નું કામ કરે છેે.બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે.

10. અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

11. રોટલો કેમ રળવોતે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી...