Sunday, January 3, 2016

પ્રશ્નો તો રહેવાના જ

પ્રશ્નો તો રહેવાના જ,

સુખી લોકોને પ્રશ્ન થાય કે
શું કરીએ તો ભૂખ લાગે
અને
દુઃખી લોકોનો પ્રશ્ન છે કે
ભૂખ તો લાગે છે,
પણ શું કરીએ?

મળ્યું એ
માણવાની પણ મઝા છે,
ના મળ્યું એ
ચાહવાની પણ મઝા છે..

ખબર છે કે
મારું કશું પણ નથી.. 
છતાં
છોડવાનું ગજું પણ નથી..!

બે વસ્તુ બધાને
બહુ નડતી હોય છે,
ખુલ્લી આંખે જોયેલા સપના
અને
હકીકત સામે કરેલી
બંધ આંખો..

ભાવ જુદાં ,
ભાવાર્થ જુદાં
શબ્દ જુદાં,
શબ્દાર્થ જુદાં
હ્રદય હ્રદય ના ભાવ જુદાં
સૌ સૌના ઘાવ પણ જુદાં ,
માનવી માનવીની જાત તો એક
પણ
માનવ માનવે મન જુદાં..
કોઇ લાખનો તો
કોઇ ખાખનો
સૌના વેચાણ ના
ભાવ જુદાં..!
મહામુલુ આ માનવજીવન
જીવવાના પણ
સૌના અંદાજ જુદાં ...!!..

0 comments:

Post a Comment