Sunday, January 3, 2016

એક બહુ જ સરસ પત્ર...એક દીકરીનો એની મમ્મીને.

એક બહુ જ સરસ પત્ર.....

(એક દીકરીનોએની મમ્મીને.....)
===================

પ્રિય મમ્મી,
8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું.
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ , એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી, તો બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?

તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, ALARM મુકવું પડે છે.

આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડી નો છેડો આંસુઓ સામે ધરી દઉં છું. આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે ...બનાવું ?
આંખો પણ હવે, INTELLIGENT ....
થઇ ગઈ છે.

મમ્મી, જયારે પણ VEHICLE ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે 'ધીમે ચલાવ'. 'ધીમે ચલાવ' એવું કહેવા વાળું હવે કોઈ નથી, એટલે 'ફાસ્ટ' ચલાવવાની મજા નથી આવતી.

મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.
લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના 'REAR-VIEW MIRROR' માં લખેલું હતું કે ' OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR'. બસ, એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.

મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું. કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે. પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ. કારણ કે , મારું DESTINATION તો તું જ છે, .....

મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.
WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.

મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. કારણ કે, મારી દુનિયા તો તું છે....

       લી. મમ્મી ની દિકરી.

0 comments:

Post a Comment