ટચુકડા,પ્રેમ
3 comments
એક વખત બે ભૂત એક બિજા સાથે વાત કરી રહ્યા હતા.
પહેલુ ભૂત બિજા ભૂત ને : તારુ મોત કેવી રીતે થયું હતુ ?
બિજુ ભૂત : મારું મોત તો ઠંડી ના લીધે થયુ હતુ.
પહેલુ ભૂત : એ કેવી રીતે ?
બિજુ ભૂત : હું એક વાર ફ્રીઝ માં પુરાઇ ગયો હતો અને પછી લાંબા સમય સુધી એમા જ રહેવા થી હું મ્રુત્યુ પામ્યો હતો.
પહેલુ ભૂત : તો તારો ઠંડી થી મરવા નો અનુભવ કેવો રહ્યો ?
બિજુ ભૂત : પહેલા તો ફ્રીઝ માં બેઠો ત્યારે મને સારુ લાગ્યું. પછી ઠંડી ધીરે ધીરે વધારે લાગવા માંડી. પછી તો મારી આંખ સામે ધીરે ધીરે અંધારા આવવા લાગ્યા. મને ગભરામણ થવા લાગી. અને પછી હું મ્રુત્યુ પામ્યો.
બિજુ ભૂત પહેલા ભૂત ને : તારુ મ્રુત્યુ કેવી રીતે થયુ હતુ ?
પહેલુ ભૂત : મારુ મોત હાર્ટ એટેક થી થયુ હતુ.
બીજુ ભૂત : ઓહ્હ્હ.... પણ તને હાર્ટ એટેક કેમ આવ્યો હતો ?
પહેલુ ભૂત : ખરેખર એમા એમ હતુ કે.... મને એક દીવસ ખબર પડી કે મારી પત્ની નું બિજા કોઇ સાથે લફડુ છે. અને એ વ્યક્તિ અત્યારે મારા ઘરમાં છે. એટલે હુ તરત જ ઉતાવળે મારા ઘરે ગયો. ત્યા મેં બહાર કોઇના બુટ પડેલા જોયા. એટલે મને ખાતરી થઇ ગઇ કે એ વ્યક્તિ મારા ઘરમાં જ છે. એટલે હુ તરત જ દોડી ને ફટાફટ દાદરા ચડી ને ઉપર બેડરૂમ માં ગયો. પણ ત્યાં મારી પત્ની એકલીજ હતી એટલે હું દોડી ને બાથરૂમ માં જોવા ગયો પણ એ ત્યાં પણ નહતો. એટલે પછી મે એને શોધવા માટે આખા ઘર માં દોડાદોડ કરી મુકી જેના લીધે મને હાર્ટ એટેક આવ્યો.
બિજુ ભૂત : તે ફ્રીઝ માં જોયું હતુ ?
પહેલુ ભૂત : ના.
બિજુ ભૂત : તો પછે તારે ફ્રીઝ માં જોવુ હતુ ને... તે જોયુ હોત તો કદાચ આજે આપણે બન્ને જીવતા હોત...
3 comments:
Good Story
hahahaha
gooood one!!
Post a Comment